Download this Safelink Theme. Download now!

પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ | History of Gujarat

ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માં પ્રાગૈતિહાસિક યુગ અને મહાભારત યુગ જોવા મળે છે.

પ્રાગૈતિહાસિક યુગનો ઇતિહાસ

પુરાતત્ત્વવિદોનાં સંશોધન પરથી અનુમાન કરી શકાય કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવજીવન પણ પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગમાંથી પસાર થયું હશે. સાભ્રમતી (સાબરમતી), મહી, રેવા (નર્મદા), મેશ્વો, માઝમ, વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, ભોગાવો, ભાદરી વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળનાં સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયાં છે. 

ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાંઓની સાથે શહેરોનો વિકાસ થયો હતો. સોમનાથ પાટણ, લોથલ, ભૃગુકચ્છ, સ્તંભતીર્થ, સોપારા વગેરે બંદરો મારફતે પરરાજ્યો સાથેનો વેપાર ચાલતો હતો. રંગપુર (જિ. સુરેન્દ્રનગર), લોથલ (જિ. અમદાવાદ), કોટ અને પેઢામલી (જિ. મહેસાણા), લાખાબાવળ અને આમરા (જિ. જામનગર), રોજડી (જિ. રાજકોટ), ધોળાવીરા (જિ. કચ્છ), પ્રભાસપાટણ (જિ. ગીરસોમનાથ), ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી મળેલા હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના અવશેષો તેનો પૂર્ણ વિકાસ સૂચવે છે.

લોથલ સંસ્કૃતિનો પ્રારંભ ઈ. સ. પૂર્વે ૨૪૫૦ આજુબાજુ અને તેનો અંત ઈ. સ. પૂર્વે ૧૬૫૦ આજુબાજુ થયો હશે એમ માનવામાં આવે છે. લોથલ નગરની રચના મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિની જેમ વ્યવસ્થિત હતી. અહીંથી મળી આવેલાં વાસણો, પથ્થર વગેરે પર સુંદર નકશીકામ જોવા મળે છે. લોથલ આ સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું.

ઉત્તર ભારતના સપ્તસિંધુના પ્રદેશમાંથી આવીને વસેલા આર્યોએ સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી, જેની અસર ગુજરાતની મૂળ (આદિવાસી) પ્રજા પર થવા લાગી.

મહાભારત યુગનો ઇતિહાસ

કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વૈદિક યુગ આવે; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશનો કોઈ ઉલ્લેખ મળતો નથી, મહાભારત કાળમાં જુદાં જુદાં અનેક રાજ્યો હોવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે. શર્યાતિના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર તથા ગુર્જર પ્રદેશના ઉત્તરના ભાગો પર વિજય મેળવી રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ ‘આનર્ત કહેવાયો.

જરાસંધ અને શિશુપાલ રાજાઓના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા. આનર્તનો પુત્ર રેવત યાદવોના શક્તિશાળી લશ્કર તથા શ્રીકૃષ્ણના નેતૃત્વના કારણે પરાજિત થયો. શ્રીકૃષ્ણ કુશસ્થળી પાસે નવું નગર દ્વારાવતી (હાલનું બેટ દ્વારકા) વસાવી ત્યાં પોતાની રાજધાની સ્થાપી. ઈ. સ. પૂર્વે ૧૪મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવસત્તા અગ્રસ્થાને હતી. શ્રીકૃષ્ણના નેતૃત્વમાં આ રાજ્ય ખૂબ પ્રગતિ કરી હતી. યાદવોના પતન બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કયાં રાજકુળોની સત્તા સ્થપાઈ તે સંબંધે કોઈ અધિકૃત અને વિશ્વસનીય પુરાવાઓ પ્રાપ્ત થતા નથી.

Conclusion

💖 I this post i have made a step by step tutorial on પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ | History of Gujarat. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.